ગુજરાત ની ભુમી પર સેવાનો ભેખ લઇ ઘણા સંતો થઇ ગયા જેમણે બીમાર, ગરીબ, પશુપંખી ની સેવા માં જીવન વીતાવી માનવતા નુ કાર્ય કરેલુ છે. આવાજ એક સંત શ્રી મેકણજી એ ગીરનારી સંતો ની આજ્ઞા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું. અંહિ ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા.શ્રી મેકણજી મહાન સમર્થ સંત હતા. જેથી તેમના કાપડી પંથ માં એક નવી શાખા શરું થઈ જે મેકાપંથી નામે ઓળખાય છે.કાપડી સંતો નું મુળ સ્થાન ક્ચ્છમાં રહેલું છે. શ્રી લક્ષમણજી થી કચ્છના આ પંથ ના આદિ પુરુષ શ્રી જસારાજા ને ભેખ મળેલો, તેમની પરંપરા માં શ્રી ગંગારાજા થયા અને તેમના શિષ્ય શ્રી મેકણજી મહાન સંત થયા. સંપ્રદાયો ના તાણા વાણા થી દુર રહી તેમણે તેમનું જીવન પ્રાણી માત્ર ની મહાન સેવા ના માર્ગે પુર્ણ કર્યુ. સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે જીવતા સમાધી લિધી. તેમની સાથે ૧૧ ભક્તો એ પણ સમાધી લીધી. લાલદાસ અને મોતીરામ નામના પશુ એ પણ સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧ સમાધી ના દર્શન છે. આ પરંપરા માં સૌરાષ્ટ્ર ગુજરત માં કાપડી સંતો ના ઘણા સ્થાન આવેલા છે. તેમની શિષ્ય પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે....
No comments:
Post a Comment