કચ્છ સંતસભર પુણ્યભૂમિ છે. કચ્છના કાવડિયા સંત તરીકે દાદા મેકણ સુવિખ્યાત છે. તેઓની તપશ્વર્યા અને અનેકવિધ ઐશ્વર્યોની વાતો આજે પણ લોકોના હૈયામાં ધરબાયેલી છે. સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું હોય છે. મેકણ દાદા માનવ સેવાને પ્રભુ સેવા જ માનતા. કચ્છમાં નાની ખોંભડી ગામે તેમનો જન્મ માતા ફાયાબાઇની કુખે થયો. પિતાનું નામ હળદોરજી,માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. મેકોજી લગભગ બાર વરસના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ પોતાના મકાનને રિપેર કરાવવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી નીકળી.આ પોટલીમાં તુંબડી, પતર, ચાખડી, પાવડી, ટોપી, ચુંદડીને જોઇ હળદોરજી આશ્ચર્ય પામ્યા. તેમણે આ બધી વસ્તુઓ કોઇ સંતને આપી દેવા વિચાર્યું. પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો. બાલ્યાવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો. બાળપણથી જ ભજન ભકિત કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ કચ્છમાં અનેકાઅનેક ઉત્કૃષ્ટ પદોની રચના કરી છે તેઓ લખે છે કે - ‘‘પીર પીર કુરો કર્યોતા, નાંય પીરેજી ખાણ પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ’’ પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ માનવી પોતાની પાંચ ઈન્દ્રિયને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દિક્ષા લીધી. ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા. ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા આદરી માત્ર કંદમુળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા. ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરૂ દત્તાત્રેયે એક કાવડ આપી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા. તેમને કાવડવાળા કાપડીની ઉપમા મળી. સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું. ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા. ત્યારે તેમને સંત નિર્મલગિરિનો ભેટો થયો. આ ધ્રંગ ગામે પધાર્યા.સંત મેકણ દાદાની જીવનકાર્યની કર્મભૂમિ તે ધ્રંગ. ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી. ના અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત માયાગિરિજી સ્વામી તથા માતાજી વીરબાઇનો પરિચય થયો. કચ્છના રાજવી મહારાવ દેશળજીએ દાદા મેકણનું ગુરૂપદ સ્વીકારેલું. ‘‘જીનામ-જીનામ’’નો આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે. તેઓ સાિત્વક પદાવલિ માનવતાની શીખ આપે છે – જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ તેઓએ જીવનમાં સાકર જેવા મીઠા શબ્દો બોલીને સદવર્તન કરવાનું જણાવ્યું.મીઠા શબ્દોથી મનુષ્યના સંબંધો વિકસતા જ રહે છે. માનવી આ ફાની દુનિયા છોડી જાય ત્યારે એણે વદેલા સારા શબ્દોને લોકો વાગોળતા જ રહે છે.આ ધ્રંગની ઉત્તરે અફાટ રણ આવેલું છે. આ રણમાં ભૂલો પડેલો માનવી ભૂખ તરસથી મૃત્યુ ન પામે તે સદ્ભાવથી સંત મેકણે મોતિયો નામે કૂતરો અને લાલિયો નામે ગધેડો આ બન્નેને સેવાર્થો તૈયાર કર્યા. ગધેડાની પીઠ પર જે છાંટો બાંધતા તેમાં એક તરફ પાણીનું માટલું રહેતું તો બીજી તરફ બાજરાના રોટલા રખાતા. મોતિયો ભૂલા પડેલા વટેમાર્ગુઓને શોધી કાઢતો. લાલિયો તેની સાથે રહેતો - પ્રવાસીઓ કે ભૂલા ભટક્યાના જીવ બચી જતા.તેઓ આ પ્રાણીઓ માટે કહેતા કે – લાલિયો મુંજો લખણવંતોને મોતિયો જેડો ભા, મૂછારાપર ધોરે ફગાઇયાં, ઇનીજી પૂછ મથાં. આ મારો લાલિયો લખણવંતો છેતો મોતિયો ક્યાં ઓછો છે. આ બન્ને ભિન્ન ભિન્ન જ્ઞાતિમાં જન્મ્યા છે છતાં પણ બન્ને ભાઇઓ જેવા છે. ક્યારેક મને થાય છે કે મરદ-મૂછાળાઓને પણ આ બન્નેના કાર્યો જોતાં એમના મૂછરપથી જાણે ઓળ ધોળ કરી મુકું ! કચ્છના આ અમર સંતે સવંત ૧૮૮૬ ના આસો વદ -૧૪ ના દિવસે ધ્રંગ ગામે સમાધિ લઇ જીવનલીલા સંકેલી લીધી. દાદાની સમાધિની સામે જેમણે મુસ્લિમ ધર્મ સ્વીકારેલો તે પીર પતંગશાહનો કૂબો છે. દાદાની સાથે સમાધિ લેનાર સાથીઓમાં આહિરાણી લીરબાઇ , સાધુ સુંદરદાસ, જોષી પ્રેમજી મહારાજ, ઠકરાણા પ્રેમાબા, કંથળ સુથાર, આહિર વીઘો, પ્રેમાબા જાડા, ખોઅચજી રાજપૂત, તુબર વાઘોજી, રામદે પક્ષેત્રા, મોકાના રાજપૂત, દશનામી સંત માયા ગિરજિીએ એમની સાથે જીવતે સમાધિ લીધેલી. દાદાના અખાડાની બહાર લાલિયા-મોતિયાની પણ સમાધિ આવેલી છે. આવા ભકિતધામના દર્શને હિન્દુ-મુસ્લિમ સૌ કોઇ આવે છે
adsens every post

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

No comments:
Post a Comment