Subscribe Us

Breaking

Thursday, May 19, 2022

saurashtra[gujarat]

adsens every post                                                                                                                                       ગામનો ગોંદરો માંથી ગામની સાચી સંસ્કૃતિ નો ચિતાર આવી જતો હોય છે, વહેતી નદીઓ ના કિનારે સુંદર મનોરમ્ય મહાદેવ નું મંદિર [દેવળ ]હોય આજુ બાજુ ઉપવન હોય જ્યાં બાળકો આવી ગમ્મત ,ખેલ રમતા હોય,ઉપવન માં સુંદર વૃક્ષો હોય છે. જેમાં બીલીપત્ર મુખ્યત્વે હોય છે.જે બીલીપત્ર ના પર્ણ .પ્રભુ મહાદેવ ને અર્પણ થાય,તુલસીજી ના છોડ કરેણ ના વૃક્ષ હોય કે જેમાં થી પુષ્પો મળી આવતા હોય,પહેલા ના સમય માં ગ્રામ્ય વિસ્તાર માં વાહનવ્યહાર નો કોઈ વિકલ્પ નહોતા ત્યારે ફક્ત .બળદગાડા દ્વારા  એટલાસ સાઇકલ એ મહત્વ નો વિકલ્પ હતો ગ્રામ્ય વિસ્તાર માં સાયકલ ના પણ બે વિભાગ હતા જેમકે બાવીસયુ ,અને ચોવીસયુ બાવીસયાં માં ડંડા નું માપ નાનું હોય જયારે ચોવીસયાં માં દંડ નું માપ પહોળું હોય છે.બળદ ગાળા ના માધ્યમ થી માલ સમાન ની હેરફેર મૉટેભાગે થતી,ઉનાળા ની સીઝન માં શહેરી વિસ્તાર માં થી ગોળા ગુલ્ફી ના વ્યાપાર અર્થે ફેરિયા ઓ આવતા ફેરિયા એ એક તળપદી ભાષા  પ્રયોગ છે,જેઓ સાયકલ ના પાછળ ના ભાગે કેરિયર માં બંને બાજુ કુત્રિમ બરફ પેટી [icebox ]રાખેલ હોય જે પેટી ને આકર્ષિત કરવા ઉપર સુંદર ચિત્રણ કરેલ હોય જેથી કરી ગ્રાહક [ઘરાક ]જે તળપદી ભાષા માં વપરાતો શબ્દ છે.ફેરિયા  ગ્રાહક ને જાણ કરવા હેતુ તેમની સાયકલ મેં એક ડંકો નામનું વાધ્ય રણકાવતાં અથવા તો કોઈ લોખંડ ની ધાતુ નું પતરું જેમને લોખંડ ના હાથ વડે રણકાવતાં જેમની ધ્વનિ ક્યાંય દૂર સુધી પહોંચતી,ફેરિયા ઓ બાળકો નું પ્રિયા પાત્ર હોય છે.ફેરિયા ગામ પ્રવેશતા ની સાથેજ ગામના બાળકો ઉમંગ આવી એમની પાસે ગોળ ગુલ્ફી ખરીદતા હોય છે.એક ગોળા ની કિંમત ફક્ત 5 પૈસા હોય ગોળો બનાવ વા માટે એક અલગ પ્રકાર નું યંત્ર વપરાતું જે હાથ વડે ચાલતું લાલ લીલા રંગ નું યંત્ર નો  ખુબજ સુંદર હોય છે.જે એક અતુલ કંપની દ્વારા નિર્માણ થયેલ જે તે સમય માં ફેરિયા માટે .બપોર નું ભોજન ગામડા માં  રહેતા સાધુ બ્ર્હામણ કરી આપતા જે નિઃશુલ્ક હોય છે.વટેમાર્ગુ એક તળપદી ભાષા છે.વટેમાર્ગુ કોઈ એક ગામ થી બીજા ગામ માં ચાલી ને જતા હોય તેમને પણ સાધુ બ્રાહ્મણ ભોજન ની વ્યવ્સ્થા નિઃશુલ્ક કરી આપતા જે સઁસ્કૃતિ નો ભાગ છે.વટેમાર્ગુ ને અતિથિ પણ કહેવાતા,રાત્રી ના કોઈ વટેમાર્ગુ ચાલતા નીકળ્યા હોય તો તેમને રાતવાસો ગામના રામજીમંદિર માં વિશ્રામ અર્થે આપતા,જે એક ગ્રામ્ય સંસ્કૃતિ નું ઉત્તમ ઉદાહરણ હતું સમયાંતરે એ સંસ્કૃતિ વિલુપ્ત થતી ગયી,સાધુ બ્રાહ્મણ જ કેમ સાચવતા એમનું પણ ઉદાહરણ છે.ગામના શ્રીમંત લોકો જે ખેતીવાડી ની ઉપજ હોય તેમાંથી અડધો હિસ્સો સાધુ ,બ્રાહ્મણ ને આપતા જે હિસ્સા નો ઉપયોગ વટેમાર્ગુ ,અભ્યાગત,રાહદારી માટે વપરાતો આટલું સુંદર આયોજન હતું જે તે સમય માં,ગામડા માં ખેતીવાડી વ્યવસાય  સાથે સંકળાયેલ લોકો સાધુ અથવા બ્રાહ્મણ ને રામરોટી જે પકવેલ અનાજ અથવા કાચું અનાજ દાન સ્વરૂપે આપતા જે દાન તેઓ તેમના પૂર્વજો ની એક થાળી જમાડવા રૂપે આપતા.ધીરે ધીરે એ સંસ્કૃતિ પણ વિલુપ્ત થતી ગયી,જોકે હજી કોઈ કોઈ વિસ્તાર હજુ યથાવત છે........ક્રમશ                                                                                                         

No comments:

Post a Comment