Subscribe Us

Breaking

Wednesday, May 18, 2022

saurashtr[gujarat]

saurashtr[gujarat]
adsens every post   ------  ગુજરાતી ભાષા -----                                                                        ગુજરાતી ભાષા ગુજરાત માં બોલાતી એક લોકપ્રિય ભાષા છે ગુજરાત માં  સૌરાષ્ટ્ર માં કાઠિયાવાડી  તળપદી ભાષા નો ઉપયોગ વધારે થાય છે.તળપદી ભાષા મુખ્યત્વે ગ્રામીણ વિસ્તાર મા થતો હોય છે .તેના શબ્દકોશ મળવા બહુજ મુશ્કેલ હોય છે, તળપદી ભાષા બહુજ જૂની પ્રણાલી ની ભાષા હોય નવી પેઢી ને સમજવી જરા મુશ્કેલ હોય છે .જેમ કે બાર ગાઉએ બોલી બદલાય જેમાં ગાઉ શબ્દ તળપદી કહેવાય .તળપદી ભાષા માં પણ ઘણા સમાનાર્થી શબ્દો હોય છે.જેમ કે બળદ.એમનો સમાનાર્થી શબ્દ તળપદી ભાષા માં "ઢાંઢો" કહે છે જે એક હાશ્ય રસ શબ્દ છે.બિલાડી .સમાનાર્થી શબ્દ ."મીંદડી"જમીન  ને ખેતર ,વાડી ,ભોમકા ,પડું ,વિગેરે વિગેરે ,જયારે કોઈ મિત્ર વાર્તાલાપ કરવા બોલાવે ત્યારે સુવાણ શબ્દ નો પ્રયોગ કરે જે તળપદી ભાષામાં બોલતો પ્રચલિત શબ્દકોષ છે. કોઈ બેજવાબદાર વ્યક્તિ હોય જે કઈ કામ કાજ ના કરતો હોય ફક્ત સમય વ્યતીત કરવા જીવન પસાર કરતો હોય તેમ ને માટે  હળાયો ઢોર જેવા હાસ્યાસ્પદ શબ્દ વપરાય છે જે શબ્દ વાપરવાથી વ્યક્તિ ના ચરિત્ર નો સંપૂર્ણ ચરિતાર્થ મળી જાય જે તળપદી ભાષા નું મુખ્ય અંગ છે.મુખ્યત્વે તળપદી ભાષા અમુક નિર્ધારિત સ્થાન થી બીજા સ્થાન માં ભાષા પ્રયોગ માં થોડો ફેરફાર થયી જતો હોય છે.તેમાં પણ વિભાગો છે.જેમ કે કાઠીયાવાડ ,એટલે મધ્ય સૌરાષ્ટ્ર નો ભાગ છે.જયારે સોરઠ સૌરાષ્ટ્ર નો દક્ષિણ વિભાગ છે ,ઝાલાવાડ એ સૌરાષ્ટ્ર નો ઉત્તર વિભાગ છે.ગોહિલવાડ એ સૌરાષ્ટ્ર નો પૂર્વ વિભાગ છે.જયારે હાલાર એ પશ્ચિમ વિભાગ છે.એક ગાયકવાડ વિભાગ પણ હતો પણ સમયાયન્તરે એ સોરઠ તરીકે પ્રચલિત થયી ગયો સહુથી  વધુ તળપદી ભાષા નો શબ્દ પ્રયોગ ગોહિલવાડ ગ્રામીણ વિસ્તાર માં થતો હોય છે. જેમ કે ભોજન ના સમાનાર્થી શબ્દો,વાળું,ખાવુ ,જોહટવુ ,ઓંગદાળવું,ઝાપટવું ,જમવું વિગેરે સોરઠ તથા ગોહિલવાડ વિસ્તાર માં વધારે થાય.ગ્રામીણ વિસ્તાર માં આજ પણ સાંજે જમવા માં વાળું શબ્દપ્રયોગ થાય છે ,સવાર ના નાસ્તા ને સીરામણ કહે છે,ગ્રામીણ વિસ્તાર માં મુખ્યત્વે ચોરણી અને કેડિયું પુરુષ નો પહેરવેશ  હોય છે,જયારે સ્ત્રીઓ નો પોશાક મુખ્યત્વે સાડી જ હોય છે જે સાદો પહેરવેશ છે.ગ્રામીણ વિસ્તાર માં ગામનો  ચોરો જે રામજીમંદિર તરીકે ઓળખ્યા છે.જે ગામ ના મુખ્ય હાર્દ વિસ્તાર હોય છે જ્યાં ગામની  સમસ્યા નું નિવારણ માટે લોકો એકઠા થતા હોય છે.ગ્રામીણ વિસ્તાર મુખ્યત્વે નદી ના કિનારે જ હોય જેથી કરીને પાણી ની કોઈ સમસ્યા ના રહે જુના સમય માં પાણી ની ટાંકી ઓ નું નિર્માણ નહોતા થયા ત્યારે પાણી માટે નો એકજ સ્ત્રોત જે નદીઓ  હતી સ્ત્રીઓ પાણી ભરવા માટે નદીએ જતી હોય છે જેમને પનિહારીઓ તરીકે ઓળખવા માં આવતી,ગામ માં બાહરી વિસ્તાર ને પાદર ગોંદરૂ ભાગોળ ગોંદરો જેવા સમાનાર્થી શબ્દપ્રયોગ થતા હોય છે.
  તરીકે ઓળખવામાં આવતું જ્યાં અઢળક વૃક્ષો હતા વૃક્ષ ની ફરતે સિમેન્ટ નો ઓટો બાંધી વૃક્ષ ના શીતળ છાયા નો આનંદ લેવાતો ગામના  પશુપાલકો બપોર ના સમય્ર દરમિયાન તેમના પશુઓ ને વૃક્ષો ના છાયા માં બેસાડતા,ગામના ગોંદરે મેળો ભરાય ,સારા માઠા પ્રસન્ગે લોકો એકઠા થાય.કોઈ નું મરણ થાય તો ત્રીજો વિશામો ગોંદરો કહેવાય ક્યાંક બહાર ગામ જવાનું થાય તો વાયા ગોંદરે થયી જવાય ગામનો ગોંદરો ગામની જાહો જલાલી ચડતી પડતી નો મુખ્ય સાક્ષી છે.ગ્રામીણ વિસ્તાર માં ભોજન પક્વવા માટે મુખ્યત્વે ચૂલા નો પ્રયોગ થતો સ્ત્રીઓ વનવગડે ફરી લાકડા,ઓ નો જથ્થો એકઠો કરી રાખે બીજો વિકલ્પ પશુનો મળ [છાણ ]નો ઉપયોગ કરતા જેમનો તળપદી શબ્દ અડાયાં કહેવાતો ....ક્રમશ ......



via Blogger https://ift.tt/oXB48CF
https://ift.tt/EvfW2La May 18, 2022 at 08:33AM

No comments:

Post a Comment