adsens every post ગામડા ઓ મા બાજુમાં બારેમાસ નદીયો ના વહેણ બારેમાસ ખળખળ વહેતા બાળકો યુવાનો વૃદ્ધો નદીઓ ના વહેણ માં નાહવા નું પસંદ કરતા યુવાનો ઊંડા પાણી ના વહેણ માં નાહવા નું પસંદ કરતા જેમને તળપદી ભાષા માં ઘુનો કહેવામાં આવતો,દેવીપૂજકો નદી માં ખુલા વિસ્તાર માં ટામેટા,તરબૂચ,અને અન્ય શાકભાજી ફળ ફળાદિ નું વાવેતર કરતા દેવીપૂજકો સમયાંતરે ગામ લોકો ને પાકેલ ટામેટા નું સરસ મજા નું સલાડ બનાવી ભાવ થી ખવરાવતા,ગામના ગોંદરે આંબલી,પીપળો,પીપર,લીમડો,વડલો જેવા ઘટટોપ વૃક્ષો જોવા મળતા જેમાં વડલા ની વડવાયુ માં બાળકો હીંચકો બનાવી ઝુલતા,ગોંદરે થી દરેક જગ્યા એ જવા માટે ગાડા કેડો હોય કેડો એટલે માર્ગ જે એક તળપદી ભાષા છે.જે માર્ગો ચોમાસા માં અતિશય વિકરાળ બની જતા ખેતર ના વાડી ની સીમા ને શેઢો કહેવાતો જે પણ એક તળપદી ભાષા છે એ શેઢા ની કિનારી ઉપર કાંટાળા વૃક્ષો નું વાવેતર થતું જેથી કરી જંગલી જાનવરો જે વાવેતર થયેલ પાક ને નુકશાન ના પહોંચાડે,જે કાંટાળા વૃક્ષો હોય તેમાં હાથલિયો થોર ,જેમનો આકાર હાથ ના પંઝા જેવો લાગતો હોવાથી હાથલિયો થોર,તરીકે ઓળખાતો,તેમાં નાના ડોડવા આવતા જે લોહી શુદ્ધિ માટે ઔષધિ તરીકે ઉપયોગ માં લેવાતા,ત્યારબાદ કેતકી ભૂમ્ભલા આવા અનેકો પ્રકાર ના કાંટાળા વૃક્ષો વાવતા જે માર્ગ ની બંને તરફ ઘટાટોપ અવસ્થા માં હોય જેમની એ માર્ગ ને નળ તરીકે ઓળખવામાં આવતી ગ્રામ્ય વિસ્તાર માં પહેલા ના સમય માં કોઈ મનોરંજન નું માધ્યમ નહોતું ત્યારે એકજ વિકલ્પ હતો ભવાયા નટ જેઓ ભાવાયી કરી ગામલોકો નું મનોરંજન કરતા .....ક્રમશ
Wednesday, May 25, 2022
saurashtr[gujarat],
About Yuva sadhu sangthan
Sora Blogging Tips is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of sora blogging tips is to provide the best quality blogger templates.
saurashtr[gujarat]
Tags:
saurashtr[gujarat]
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment