Subscribe Us

Breaking

Thursday, May 19, 2022

tulsishyam[saurashtra]

adsens every post તુલશીશ્યામ એક પ્રવાસી તથા ધાર્મિક સ્થળ છે, ગીર અભ્યારણ માં મધ્ય ભાગ માં આવેલ  છે જે ભગવાન વિષ્ણુ સમર્પિત છે.જે ગીર સોમનાથ, જિલ્લા માં આવેલ ઉના તાલુકા માં આવેલ છે,જે ઉના શહેર થી અંદાજે 30 કિલોમીટર ધોકડવા થયી જવાય છે.જે એક અતિ સુંદર મનોરમ્ય જંગલ વિસ્તાર ના કુદરતી સૌંદર્ય ના હિસાબે પ્રખ્યાત છે.મંદિર માં સુંદર  પાણી ઝરણાં [કુંડ] છે.જેમાં એક લોકવાયકા છે જે ગરમ પાણી થી હાથપગ ધોવાથી ચામડી ના રોગો નું નિરાકરણ થયી જાય,પુરાણો માં કુંડ ને તપ્તોદક કુંડ તરીકે ઓળખાતા.એક દંતકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ તુલ નામક રાક્ષશ નો વધ કર્યો જેથી આ નામને કૃષ્ણ ના નામ સાથે શ્યામ તરીકે જોડાયેલ છે.તેથી તેમને તુલશીશ્યામ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર લગભગ 700 વર્ષ પુરાણું હોય એવું મનાય છે,મંદિર ના સામા ભાગે પર્વત ઉપર સ્થિત રુક્મણિ મંદિર છે.ત્યાં પહોંચવા માટે અંદાજિત 100 પગથિયાં નો ઉપયોગ થાય છે,તુલશીશ્યામ ની બાજુ માં ભીમચાસ ની વિખ્યાત જગ્યા છે. એક લોકવાયકા અનુસાર  મહાભારત કાળ માં પાંડવો અહીંયા હિરણ નદી માં સ્નાન કરવા રોકાયા હતા જ્યાં ભીમ ચરણ ચિન્હ રૂપે ભીમચાસ તરીકે ઓળખાય છે.તુલશીશ્યામ જવા માટે ઉના થીં પણ અવાય અને ધારી થી પણ માર્ગ છે જે માર્ગ સાંજ ના 7 વાગ્યા બાદ ફોરેસ્ટર ચેકપોસ્ટ દ્વારા યાત્રી સુરક્ષા માટે બંધ કરી દેવાં માં  આવે છે.અને સવારે 7 વાગ્યે ખોલવા માં આવે છે.બંને તરફ ચેકપોસ્ટ આવેલ છે.તુલશીશ્યામ રાત્રી વિશ્રામ માટે મંદિર દ્વારા સુંદર ધર્મશાળા નું રહેઠાણ છે ભોજન પણ નિઃશુલ્ક આપવા માં આવે છે.રાત્રી દરમિયાન મંદિર નો  મેઈન દરવાજો બંધ કરી દેવામાં આવે છે,જે યાત્રી સુરક્ષા માટે.કારણ કે જંગલી જાનવર નો અવરજવર વિસ્તાર હોય યાત્રી ને નુકસાન ના પહોંચાડે એ હેતુ થીદરવાજો બંધ કરી દેવામાં આવે છે.તુલશીશ્યામ જવા માટે ધારી અને ઉના થી ખાનગી અને રાજ્ય પરિવહન નિગમ ની બસો દ્વારા પહોંચી શકાય છે.અહીંયા ભાદરવા સુદ જળજીલની અગિયારસે ભવ્ય મેળા નું આયોજન થાય છે,                                                                                                                   


tulshishyam mandir temple

 

No comments:

Post a Comment