adsens every post
જય હો સાધુ સંતો ની,માર્ગી સાધુ સમાજ ના ભાયો ને મારા નમસ્કાર આપડા સાધુ સમાજ વિશે થોડું આજ લખવા ની ઈચ્છા થયી એટલે આજ એક બ્લોગ બનાવ્યો જેમાં આપડી સમાજ ની થોડી સમસ્યા ઓ છે એમના થી થોડા પરિચિત થઈએ .જોકે હું એટલો બધો આપ લોકો જેટલો તજજ્ઞ નથી કે હું સમાજ ને કોઈ બોધ આપી શકું .પણ મને જેવું પ્રત્યક્ષ દર્શન વિશે નઝર આવે એવું આપણે જણાવવા નોઆછેરો પ્રયત્ન છે .આપડા સમાજ નો સહુ થી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એછે કે ,સમાજ ના યંગ દીકરા કે દીકરી નું વેવિશાળ થતું નથી,દીકરા ના પરિવાર વાળા સતત પારિવારિક પરિચિતો ને સમયે સમયે દીકરા માટે દીકરી બતાવ વા માટે સૂચન કરતા હોય છે ,બીજો મોટો પ્રશ્ન એ છે કે સમાજ સીમિત દિશા મેં ફેલાયેલ હોય ,દીકરો ભણેલ હોય તો દીકરી ને અભ્યાશ ,ઓછો પડતો હોય દીકરી ભણેલ હોય તો દીકરા ને અભ્યાશક્રમ ઓછો પડતો હોય ,અથવા બીજા અન્ય એવા ઘણા સમીકરણ કામ કરતા હોય હોય કે જેના થી આપડે પરિચિત નથી હોતા ,અને એવા સમીકરણો નું કોઈ સુખદ સમાધાન પણ નથી હોતું જટિલ પ્રશ્ન હોય ,આજ આપડા સાધુ સમાજ ના દીકરી ના માબાપો ને દીકરી માટે દીકરા નો પરિવાર કોઈશહેરી વિસ્તાર માં સ્થાયી હોય તેવા પ્રયત્નો વધારે હોય છે,અને હોવા પણ જોઈએ ,કારણ કે હર કોઈ માબાપ દીકરી ના ભવિષ્ય વિશે ચિંતિત હોયજ છે ,એમની સામે દીકરાના માબાપ પણ ચિંતિત હોય છે કારણ કે દીકરા ની ઉમર પણ ચાલતી જતી હોય છે પણ પહેલેથી ગામડા માં વસવાટ કરતા હોય શહેર માં કોઈ પરિચિત ના હોય ,ફક્ત એક વેવિશાળ બાબત નું ગોઠવાય જાય એટલા માટે શહેર માં ધંધા અર્થે સ્થાયી થવું પડતું હોય છે,આવા પ્રયોજન કરતા કરતા સમય નીકળી જતો હોય છે ,નવી પેઢી ના દીકરા કે દીકરી સર્વગુણ સમપ્પ્ન ના સપના જોતા હોય છે ફેશનેબલ દીકરી હોય કે ફેશનેબલ દીકરો હોય તોજ હું ત્યાં સગાયી કરીશ આવા આવા ઘણા પ્રશ્નો આવી ને રહેતા હોય છે ,જૂની પેઢી માં આવું કશુજ નહોતું ,જે અન્યવિકસિત જ્ઞાતિ ના રીત રિવાજો નું અનુકરણ કરી એમના રાહબરી ઉપર ચાલવા નું જ્યારથી ચાલુ થયું છે ત્યાર થીજ આવા પ્રશ્નો નો જન્મ થયો છે,આપડો સમાજ આપડે હજુ એવું માનતા હોય કે આપડે વિકસિત જ્ઞાતિ ની શ્રેણી માં વિયે છીએ તો આપડી એ ભૂલ ભરેલી વાત છે.આપડા સમાજ ને વિકસિત થતા હજુ ઘણા વર્ષો થશે ,જે એક કડવી હકીકત છે,મેરેજ બ્યુરો નું જે કોઈ કાર્ય કરતુ હોય તેઓ આવી સસમસ્યા નો ભરપૂર ફાયદો ઉઠાવે છે.આપડી જૂની પેઢી એ જે સારા સારા કાર્યોક્રમ સમાજ માટે બનાવ્યા હતા ,આજ આપડે તેમને ભૂલી ને નવા યુગ ના પાઠ ઉપર આંધળી ડોટ મૂકી છીએ ,નવા યુગ સાથે ચાલવુંન જોઈએ એ એવું હું નથી કહેતો પણ દરેક સમીકરણ ને જોડી ને ચાલો ,તોજ સમસ્યા નું સમાધાન થાય ઘણા એવા રીત રિવાજો છે, જેમને આપડે પશ્ચિમી દોડ થી અંજાય ગયા છીએ ,આપડા મૂળભૂત રિવાજો ને ભૂલી જેમકે આપડા પૂર્વજો ભંડાર પ્રસન્ગો કરતા ત્યારે એ પ્રસંગ એક દુઃખદ પ્રશ્નન્ગ નહિ પણ સુખદ પ્રસંગ ની જેમ ઉજવાતા ,એમાં દરેક પરિવાર માંથી દીકરા કે દીકરી ને સંગાથે લઇ ને જતા એજ પ્રસન્ગો માં દીકરા કે દીકરી નું વેવિશાળ નક્કી થયી જતું અન્ય કોઈ ને પણ ભલામણ કરવા નો કોઈ વિકલ્પ નહોતો જો હજુ પણ આપડા સમાજ માં આજ રીતે થતું આવશે તો એક સમય ઘણો દુઃખ દાયક પીડાદાયક થશે ભંડારા પ્રસંગ પણ દિવસ ના સીમિત સમય ના કરી નાખ્યા છે જે વિકસિત જ્ઞાતિ ના રિવાજ નું અનુકરણ છે આપડો સમાજ ખરેખર સમાજ નો ઉપદેશક છે એમના બદલે અહીંયા ઉલટું બોલાય રહ્યું છે સર્વે સાધુ અગ્રણીયો ને વંદન જો આ બ્લોગ માં મારા દ્વારા કઈ વધારે લખાય ગયું હોય તો માફ કરશો ....શૈલેષ કાપડી રાજકોટ ...
Wednesday, May 11, 2022
Tags
About Yuva sadhu sangthan
Sora Blogging Tips is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of sora blogging tips is to provide the best quality blogger templates.
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment